Theft incident: બોટાદમાં ટ્રેક્ટર સાથે ટ્રોલીની ચોરીના સીસીટીવી આવ્યા સામે - ચોરીના સીસીટીવી
બોટાદ : ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ચોરો એટલી હદ સુધી બેફામ બન્યા છે કે એને કોઇ કાયદાનો કે પોલીસનો ડર જોવા મળી રહ્યો નથી. વધી રહેલા ચોરીના કેસોને કારણે એવું કહી શકાય કે ચોરો ને હવે કોઇ ડર રહ્યો નથી. ફરી વાર બોટાદ જિલ્લામાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રેક્ટર સાથે ટ્રોલીની ચોરી કરવામાં આવી હતી. જે બાદ તેના સીસીટીવી સામે આવ્યા છે. ટ્રેક્ટર સાથે ટ્રોલીની ચોરીની ઘટના સીસીટીવી આવ્યા સામે ત્રણ ચોર ઈસમો કેમેરામાં કેદ થયા છે. બોટાદ પોલીસએ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો Navsari crime: નજર ચૂકવીને નાણા ખંખેરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, 5.44 લાખનો માલ જપ્ત
બોટાદમાં ટ્રેક્ટર સાથે ટ્રોલીની ચોરીના સીસીટીવી આવ્યા સામે :ગઢડા તાલુકાના માંડવધાર ગામ ખાતે રાત્રીના સમયે ત્રણ ચોર ઈસમો દ્વારા ટ્રેક્ટર અને ટ્રોલી ચોરી કરી થયા ફરાર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અને બેફામ બનેલા ચોરોને પકડવાની ગતીવિધી હાથ ધરવામાં આવી છે. ફરી વાર ચોરોને હિંમત ન આવે ચોરી કરવાની જેના કારણે પોલીસ પણ કડક વલણ અપનાવશે તેવું જોવા મળી રહ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામેથી તારીખ 25 જાન્યુઆરી 2023 ના વહેલી સવારના સમયે ત્રણ જેટલા અજાણ્યા ચોર ઈસમો ટ્રેક્ટર સાથે ટ્રોલીની ચોરી કરી ફરાર થયા હોવાનો બનાવ સામે આવ્યો હતો.
આ પણ વાંચો Surat Theft case: બેરોજગાર યુવાને આર્થિક ભીંસમાં આવી જતા મોટરસાયકલની કરી ચોરી
ઘર બહારથી ટ્રેકટરની થઈ ચોરી :માંડવધાર ગામના વલ્લભભાઈ રબારીના ઘર બહારથી ટ્રેકટરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ ચોરીના સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે આવ્યા છે. આ સીસીટીવી આવતાની સાથે જ ચોરને પકડવાની પોલીસે તેજી કરી છે. ટ્રેકટર ચોરીની ઘટના માંડવધાર ગામ અને નાની કુંડળ ગામના અલગ અલગ સીસીટીવીમાં થયા કેદ થયા છે. ત્રણ જેટલા શખ્સો ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરી ફરાર થતાં હોવાના દ્રશ્યો કેદ થયા હતા. જેને લઈ ગઢડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ના દ્રશ્યોના આધારે આરોપીઓની શોધખોળ અને તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવીના આધારે તપાસનો દોર તેજ કર્યો છે, કેમકે ગામડા લેવલે ચોરી થવી એ નાની વાત ના કહી શકાય. જો એક વાર આ ચોરોને નબળું મૂકે તો ફરી મોટી કોઇ ચોરી કરી શકે છે. જેના કારણે પોલીસ વહેલામાં વહેલી તકે આ ચોરોને દબોચવા માંગે છે.