Rain in Junagadh : શહેરમાં પ્રથમ વરસાદે તંત્રની ખૂલી મોટી પોલ
જુનાગઢ : જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પાછલા છ મહિનાથી ભૂગર્ભ યોજનાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે માત્ર 48 કલાક જૂનાગઢમાં અવિરત વરસાદને (Rain in Junagadh) કારણે યોજના બાદ કરવામાં આવેલા કામો પર જાણે નબળી ગુણવત્તાનું અને એકદમ હલકી કક્ષાનું (Operation of Junagadh Corporation) થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વરસાદનું પાણી અનિયમિતતાના પોપડા ઉખેડતું હોય તેવું સામે આવી રહ્યું છે. મોતીબાગ સર્કલ પાસે ભૂગર્ભ ગટર યોજનાની પાઇપલાઇન બાદ તેના પર કરવામાં આવેલા પેચ વર્કમાં મસમોટા ગાબડાં પડ્યા હતા. જેને કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો (Underground sewerage project in Junagadh) સામનો કરવો પડ્યો હતો. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બે બસ પણ મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં સફળતા મળી હતી, ત્યારબાદ સફાળા જાગેલા તંત્રએ અહીંથી વાહન વ્યવહાર બંધ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST