ભાવનગર અલંગ ખાતે લાગી આગ, ફર્નિચરને થયું આટલું નુકશાન
ભાવનગર: ભાવનગર અલંગ ખાતે આવેલા છગનભાઈ પટેલની માલિકીના પ્લોટ નંબર 33 ગીગેવ ફર્નિચર નામના ખાડામાં અચાનક આગભુકી (A fire broke out at Bhavnagar Alang) ઉઠી હતી જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું આગ લાગ્યાનો સંદેશો અલંગ ફાયર બ્રિગેડને મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભભૂકી ઉઠેલી આગ પર 90,000 લીટર પાણીનો છંટકાવ કરી આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી. આગમાં લાકડાની પ્લાય અને ફર્નિચર સંપૂર્ણપણે ખાક (Furniture was damaged due to fire) થઈ ગયું હતું. આગનું કારણ અને નુકશાનની હજૂ સુઘી જાણવા મળેલ નથી.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST