ગુજરાત

gujarat

ETV Bharat / videos

Stray cattle in Vadodara: શા માટે આંખ ગુમાવનારના પરિવારે પાલિકાને વળતર માટે નોટીસ આપી - Notice to the municipality compensation

By

Published : Jun 4, 2022, 3:47 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રોડ ઉપર 25 દિવસ અગાઉ (Notice to citizen of Vadodara Municipal Corporation )ગાય ભેટી મારતા હેનિલ પટેલ નામના વિદ્યાર્થીને એક આંખમાં ગુમાવવાનો વારો આવ્યો હતો.જે બાદ હેનિલના પિતાએ આ અંગે કાર્યવાહી માટે મેયરની રૂબરૂ (Stray cattle in Vadodara)મુલાકાત તેમજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પરંતુ યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા હવે તેમણે એડવોકેટ મારફતે 25 લાખના વળતર માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, વડોદરા કલેકટર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. જેમાં બે મહિનામાં 25 લાખ વળતર આપવા માટે માંગ કરી છે. બે મહિનામાં વળતર નહિં મળે તો કાનૂની કાર્યવાહી કરવાની પણ નોટિસ આપવામાં આવી છે 10 મેના રોજ બનેલી ઘટનાને પગલે મારી એક આંખ ફૂટી ગઈ છે. હાલમાં જ મારી એક સર્જરી કરવામાં આવી છે. એક આંખના કારણે ભણતરમાં પણ ખૂબ તકલીફ (stray animals in Vadodara)પડી રહી છે. હવે એક આંખના સહારે મારૂ ભવિષ્ય કેવું જશે તેની ચિંતા મને સતાવી રહી છે. આ ઘટના પછી અનેક જગ્યાએ રજૂઆત કર્યા બાદ પણ અમણે કોઈ સહયોગ કે પ્રતિસાદ મળ્યો નથી જેથી વકીલ દ્વારા આ નોટિસ મનપાને આપવાનો વારો આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details