રાજ્ય સરકારે રહેમરાહે નોકરી આપવાનું બંધ કર્યું - આગેવાન રાહુલ રાવલ
ગાંધીનગર : રાજ્ય સરકારે રહેમરાહે નોકરી આપવાનું બંધ કર્યું છે, અને રાજ્ય સરકારે રહેમરાહ નોકરી બાબતે 5 જુલાઈ 2011 ના દિવસે રાજયના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ તેમ છતાં પણ ઠરાવ પસાર થયા બાદ 50 જેટલા લોકોને રાજ્ય સરકારે રહેમરાહે નોકરી આપી હોવાનો આપશે પણ પોલીસ પરિવાર ના આગેવાન રાહુલ રાવલે આક્ષેપ કર્યો હતો. જ્યારે હજુ પણ અનેક પોલીસ પરિવારના સભ્યો રહેમરાહે નોકરી મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર ઉકેલ લાવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના વિરોધમાં પોલીસ પરિવારજનોના 20 થી વધુ લોકોએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનની શરૂઆત કરી છે.rahemrah job is only on paper
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST