ટ્રકના દોરડાથી નીચે પટકાયા બાદ બાઇકચાલકનો થયો આબાદ બચાવ - Biker accident in Tuticorin
તમિલનાડુ: તુતીકોરિનમાં બાઈકસવારના માથામાં ખાતરની થેલીનું દોરડું ભરાઈ જતાં બાઈક પરથી નીચે પડ્યો હતો.(biker survived after being thrown by the truck's rope) જો કે બાઈકસવારનો આબાદ બચાવ થયો હતો અને થોડી ઈજાઓ પહોંચી હતી. ખાતરથી ભરેલી એક માલવાહક ટ્રક રસ્તા પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ખાતરની કોથળીની દોરી બાઈકસવારના માથામાં ભરાઈ જતાં નીચે પટકાયો હતો. બાઈકસવારને માથા અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક તેને હોસ્પિટલે પહોંચાડ્યો હતો. સમગ્ર ઘટના અંગેની સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફુટેજડના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST