ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોટરસાયકલ પર આંટો મરાવવાનું કહી બાળક ઉઠાવી ગયો, કીડનેપર પકડવા 35 જેટલી ટીમ બનાવી - ઉમા રેસીડેન્સી

By

Published : Jun 6, 2022, 4:49 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

મોરબીના ઘૂટું રોડ પરની ઉમા રેસીડેન્સીના રહેવાસી રાજેશ શામજી જોટાણીયાના બહેન ઘરે રોકાવા આવ્યા હતા. બહેનનો દીકરો ઉમા રેસીડેન્સીના ગેટ પાસે( Kidnapping of a child from Morbi)રમતો હતો ત્યારે આરોપી રાજેશ ચંદુ જગોદરા રહે હરિઓમ સોસાયટી ઘૂટું રોડ વાળો મોટરસાયકલ પર આંટો મરાવવાના બહાને અપહરણ(arrested from Jamnagar)કરી ગયો હતો. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. બાળક અપહરણના ગુનાનો ભેદ ઉકેલવા મોરબી તાલુકા પોલીસ તેમજ એલસીબી સહિતની અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવવામાં આવી હતી અને બાળકને શોધી અપહરણ કરનારને ઝડપી લેવા માટે 35 જેટલી ટીમ કાર્યરત હોય દરમિયાન બાળક અને આરોપી જામનગર શહેરમાં હોવાની માહિતી મળતા જામનગર LCBનો સંપર્ક કરી આરોપી અને બાળક પર નજર રાખવા જણાવ્યું હતું અને પોલીસે અપહરણ કરનાર આરોપી રાજેશ જગોદરાને દબોચી લીધો હતો અને બાળકને છોડાવવામાં સફળતા મળી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details