Junagadh Rain: વરસાદના રેડ એલર્ટને પગલે એનડીઆરએફની એક ટીમ તૈનાત - team of NDRF has been deployed in Junagadh
Published : Sep 19, 2023, 9:55 AM IST
જૂનાગઢ: હવામાન વિભાગે જૂનાગઢ અને ગીર પંથકમાં અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ આપ્યું છે. તેને ધ્યાને રાખીને કોઈપણ સંભવિત મુશ્કેલ પરિસ્થિતિની પછી લોકોને સરળતાથી મુશ્કેલીમાંથી બહાર લાવી શકાય તે માટે એનડીઆરએફની એક ટીમ જૂનાગઢ ખાતે ફાળવવામાં આવી છે. ટીમના સભ્યો જૂનાગઢ અને સોમનાથ પંથકમાં અતિ ભારે વરસાદને પગલે કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામ કરશે. અતિ ભારે વરસાદ બાદ કેટલાક કિસ્સામાં મકાન કે મીલકત ધરાશાયી થવાની સાથે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે પ્રકારના સાધન અને સંસાધનો સાથે તાલીમ પામેલા જવાનો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની એક ટીમને જૂનાગઢ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
TAGGED:
Junagadh rain ndrf team