ગુજરાત

gujarat

Tapi Ukai Dam

ETV Bharat / videos

Tapi Ukai Dam : ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા - હથનુર ડેમ તાપી

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 3:23 PM IST

તાપી :ચોમાસાની વિદાય પહેલા રાજ્યભરમાં ભારે વરસાદ થયો હતો. જેના પગલે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે હવે ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા રાત્રીથી ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. ઉપરવાસના હથનુર ડેમમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં ઉકાઈ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી તાપી નદીના કિનારા પરના ગામોને રાહત મળી છે. સતત એક અઠવાડિયામાં બે વખત ડેમના દરવાજાઓ ખોલવા અને બંધ કરવાની ફરજ પડી હતી.

ઉકાઈ ડેમની સ્થિતિ : હજુ પણ ડેમની સપાટી તેની ભયજનક સપાટીથી એક જ ફૂટ ઓછી છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 39,365 ક્યુસેક પાણીની આવક અને ડેમના હાઈડ્રો પાવર અને નહેર વાટે 21,904 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી 344 ફૂટને પાર થઈ છે. જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચી છે. જો ઉપરવાસથી વધુ નવા નીરની આવક થાય તો ડેમ તેની ભયજનક સપાટી પાર થશે એવું લાગી રહ્યું છે.

  1. Ukai Dam: ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા, પાણી છોડાતાં નદીના કિનારાના નજીકના ગામોને એલર્ટ
  2. Tapi News : પાણીની ચિંતા હળવી કરાવતાં સારા સમાચાર, આ પાંચ જિલ્લાને ઓગસ્ટ સુધી રાહત આપશે ઉકાઇ ડેમ

ABOUT THE AUTHOR

...view details