ગુજરાત

gujarat

Rahul Gandhi : રાહુલ ગાંધીના આગમને લઈને એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ETV Bharat / videos

Rahul Gandhi : રાહુલ ગાંધીના આગમને લઈને એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - રાહુલ ગાંધી અપીલ

By

Published : Apr 3, 2023, 12:14 PM IST

સુરત :સુરતની સેશન્સ કોર્ટમાં અરજીને લઈને ફરી રાહુલ ગાંધી અત્યારે દિલ્હીથી રવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિ કેસને લઈને થોડા દિવસ પહેલા સુરતની કોર્ટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જેને લઇને કોંગ્રેસ પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ રાહુલ ગાંધી સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવાના છે. જેને લઇને તેઓ ફરી સુરત આવી રહ્યા છે. રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસના ટોચના નેતાઓ સુરત આવી ગયા છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પણ ટૂંક સમયમાં એરપોર્ટ પર આવશે. જેને લઇને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યા આસપાસ આવશે તેવી શક્યતા છે.  

ABOUT THE AUTHOR

...view details