Surat News : દેગડીયા ગામના ખાડામાં અજગરનો આરામ, સ્થાનિકોએ રેસ્ક્યૂ કરી માંગરોળ વનવિભાગને સોંપ્યો - રેસ્ક્યૂ
Published : Oct 4, 2023, 2:00 PM IST
સુરત:માંગરોળ તાલુકાના દેગડીયા ગામે ગત મોડી રાત્રે ગામની સીમમાં પાણી ભરેલ એક ખાડામાં રહેલ અજગરનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું હતું.અને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો. સદનસીબે અજગરને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યું ન હતું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડીયા ગામ ખાતે ગત મોડી રાત્રે એક ટ્રક ચાલક પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પરથી એક અજગર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ટ્રક ચાલકની નજરે અજગર પર પડતાં તેઓએ તાત્કાલિક ટ્રકના પૈડાં થંભાવી દીધા હતાં અને ગામમાં જઈને લોકોને જાણ કરી હતી.ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. રસ્તાની નજીક ચેક કરતા પાણી ભરેલ એક ખાડામાં અજગર હોવાનું માલુમ પડતાં તેઓએ સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. સુરત જિલ્લામાં ત્રણ મહિના અગાઉ પણ અજગર દેખાયો હતો.