ગુજરાત

gujarat

ઓલપાડમાં પાણીની ટાંકીની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી, વિડીયો વાયરલ થયો તો...

ETV Bharat / videos

Surat Viral Video: ઓલપાડમાં પાણીની ટાંકીની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી, વીડિયો વાયરલ થયો તો... - કોન્ટ્રાક્ટરની બેદરકારી

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 9:25 PM IST

સુરત: ઓલપાડ - સરસ રોડ પર ચાલી રહેલ પાણી ટાંકીની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં 63 ફૂટની ઊંચાઈ પર કોઈપણ પ્રકારની સેફ્ટી વગર શ્રમિકો કામ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. કામ કરી રહેલા શ્રમિકોને કોઈપણ પ્રકારની સેફ્ટી પૂરી ન પાડી હોવાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં 63 ફૂટની ઊંચાઈ પર શ્રમિકો સેફ્ટી વગર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સિંચાઈ વિભાગ દ્વારા હાઇ બેરલ ટાંકીનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી. એક સ્થાનિક જાગૃત નાગરિક સ્થળ પર જતાં તેઓને આ શ્રમિકો વગર સેફ્ટીએ કામ કરતા હોવાનું જાણવા મળતા તેઓએ વીડિયો ઉતારી લીધો હતો. જોકે તેની જાણ થતાં જ કોન્ટ્રાક્ટર શ્રમિકોને નીચે ઉતારી લીધા હતાં.ત્યારે આટલી ઊંચાઈથી જો કોઈ શ્રમિક નીચે પટકાઈ તો જવાબદાર કોણ ? તેમ સવાલ ઉઠાવતાં નાગરિક મહેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ ટાંકીનું કામ કરતા શ્રમિકો કોઈપણ સેફ્ટી વગર કામ કરી રહ્યા હોવાથી હાજર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

  1. ભાવનગરમાં સેફ્ટી ટેન્કમાં કામદારના મોત મામલે સફાઈ કામદાર આયોગ ચેરમેને નિર્ણય લીધો, મૃતકના પરિવારને મળશે ન્યાય
  2. Vadodara News: ઉંડેરામાં વીજ કરંટ લાગતાં એક શ્રમિકનું મોત, બીજો શ્રમિક સારવાર હેઠળ

ABOUT THE AUTHOR

...view details