ગુજરાત

gujarat

ETV Bharat / videos

ટોલનાકા પર ડમ્પર ચાલક અને ટોલ બુથના કર્મચારીઓ વચ્ચે મારામારી - Surat Kamrej CCTV

By

Published : Jan 1, 2023, 2:59 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

કામરેજ ટોલનાકા ખાતે ડમ્પર ચાલક અને ટોલબૂથના કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી (Surat Kamrej Toll Plaza CCTV) કેમેરામાં કેદ થઈ હતી. સુરતના કામરેજ ટોલનાકા પર ટોલ વસૂલાતના કારણે અકળાયેલા ડમ્પર ચાલકે ટોલ નાકાના કર્મચારીની મારપીટ કરી તેમના પર ડમ્પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે કર્મચારીઓ બચી ગયા હતા. જે અંગેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (Surat Kamrej police Station) કેદ થઇ જવા પામી હતી. ડમ્પર ચાલક સહિત તેના સાગરીતો એ કરેલી મારપીટ અંગનો મામલો કામરેજ પોલીસે મથકે પહોંચ્યો હતો. કમલેશ પટેલ નામનો વ્યક્તિ તેના કામ ચલાઉ ડમ્પર નંબર MH12 TR EKC-864 લઇ ટોલ નાકા પરથી પસાર થતા તેણે ટોલ વસુલાત પેટેના રૂપિયા 455 ચૂકવવાની ના પાડતા મામલો તંગ બન્યો હતો. ટોલનાકાના કર્મચારીને તેનું લાઇસન્સ બતાવી કીમનો હોય ટોલ ટેક્ષ આપવાની ના પાડી દીધી હતી. ટોલનાકાના કર્મચારી નમતું જોખવા તૈયાર ના હતા. ટોલ વસુલાત બાદ બૂમ બેરિયર ઉઠાવવાનું કહેતા અકળાયેલા ડમ્પર ચાલક સહિત તેના સાગરીતોએ ડમ્પર માંથી ઉતરી ટોલ બુથના કર્મચારીની મારપીટ શરૂ કરી. ઘટના સ્થળે આવી પહોંચેલા ટોલ ઇન્ચાર્જ વીરેન્દ્ર નામના અધિકારીએ વચ્ચે પડી સમજાવવા પ્રયત્ન કરતા ડમ્પર ચાલક સહિત તેના સાગરીતે તેની પણ ધોલાઈ કરી હતી. સમગ્ર ઘટના દરમ્યાન રાજુ અને રાજેન્દ્ર નામના અધિકારીઓ વચ્ચે પડી મામલો શાંત પાડયો હતો. ઉશ્કેરાયેલા ડમ્પર ચાલકે ત્રણેય કર્મચારીઓ પર ડમ્પર ચઢાવી દેવાની હિંમત કરતા ત્રણેય કર્મચારીઓ યેન કેન પ્રકારે સદનસીબે જીવતા બચ્યા હતા. ફરિયાદ કરવાથી પણ તેને કોઈ અસર થવાની નથી. એમ કહી ભાગી છૂટયો હતો. સમગ્ર ઘટના અંગેની ટોલ પ્લાઝાના અધિકારી શારદા પ્રસાદે ડમ્પર ચાલકે કરેલી ટોલ કર્મચારીની મારપીટ,કર્મચારીઓ પર ડમ્પર ચઢાવી તેમને કચડી મારવાની તેમજ ટોલ બુથના બૂમ બેરિયરને તોડી પાડી અંદાજીતરૂપિયા 20 હજારનું નુકસાન પહોંચાડવા સહિતના ગુનાની ફરિયાદ ડમ્પર ચાલક વિરૂધ્ધ કામરેજ પોલીસ મથકે નોંધાવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details