સી આર પાટીલે નામ લીધા વગર કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર, ગુજરાતમાં આવી રહ્યો છે એક મહાઠગ - One Day One District Program
સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં (BJP One Day One District Program)કડોદરામાં હાજર રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેજ સમિતિના (BJP Page Committee)પ્રમુખોને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી 6 મહિનામાં ચૂંટણી આવી રહી છે. મારા કાર્યકરોને ત્રણ દિવસના વેકેશન ભોગવવાનું જણાવ્યુ હોવા છતાં આ ત્રણ દિવસનું વેકેશન( Bharatiya Janata Party)રાખ્યા વગર ધમધોખતા તાપમાં પાર્ટીના કામોમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. આ સાથે તેમણે કેજરીવાલનું નામ લીધા વગર તેના પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, ચૂંટણી આવે ત્યારે ચોમાસાના દેડકાની જેમ કેટલાક નેતાઓ આવી જાય છે. અન્ય દિવસે પ્રજાના કામ કરવા માટે તેઓ નજરે પણ પડતાં નથી આવા જ એક મહાઠગ ગુજરાતમાં આવી રહ્યો છે અને આવતાની સાથે જ મફતની ઓફર કરી પ્રજાને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરશે. પરંતુ ગુજરાતની પ્રજા સારી રીતે સમજે છે અને તે મફતમાં માગતી નથી. ગુજરાતની પોતાની અલગ સંસ્કૃતિ છે. અને તે આવા મહાઠગની વાતે ભ્રમિત થવાની જગ્યાએ 45 ડિગ્રી ધમધોખતા તાપમાં ખાડો ખોડીને મહેનત કરીને પણ પોતાનું પેટ ભરશે પણ તે મફતનું લેવામાં માનતો નથી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST