Surat Crime News : ગેંગરેપ કરી વીડિયો ઉતારનાર આરોપી ઝડપાયો - સુરત ક્રાઈમ ન્યૂઝ
સુરતના ઉમરા વિસ્તારમાં ગેંગરેપની ઘટના (Case of gang rape in Umra of Surat ) સામે આવી હતી. મહિલાએ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ (Arrest of accused in Gang Rape case) કરી છે ઉમરા વિસ્તારમાં રહેતા જયેશ ઉર્ફે જય હેમંત બોટેદકર, યોગી પવાર અને ધ્રુવ નામના ઇસમ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણે જયેશ ઉર્ફે જય સાથે તેની મુલાકાત થઇ હતી અને બાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ (Complaint of misdeeds lured to marriage) બાંધ્યો હતો. આ સમયે આરોપી જયેશે મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે જ્યેશ તેને બ્લેકમેલ કરી વાંરવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. 8 મે 2022ના દિવસે બનેલી ઘટનામાં આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે મહિલાને બોલાવી હતી. તે સમયે જયેશ સાથે તેના ત્રણ મિત્રો પણ ત્યાં હાજર હતાં. જ્યાં જયેશે શરીર સબંધ બાંધ્યા બાદ તેના મિત્ર યોગી પવારે પણ જબરદસ્તી દુષ્કર્મ (Surat Crime News) આચરી ધ્રુવે તેનો વિડીયો ઉતારી લીધો હતો એટલું જ નહી મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવમાં પીડિતાની ફરિયાદના ઉમરા પોલીસે (Surat Police) ત્રણ પૈકી બે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST