ગુજરાત

gujarat

સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી ટ્રાફિક એજ્યુકેશન અંગે માહિતગાર કરાયા

ETV Bharat / videos

Surat News: સિદ્ધાર્થ લૉ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અને ટ્રાફિક એજ્યુકેશન અંગે કરાયા માહિતગાર - Law College

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 1:36 PM IST

સુરત:જિલ્લામાં કામરેજ તાલુકામાં આવેલ એક કોલેજમાં સુરત આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક એજ્યુકેશન અંગે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત અધિકારીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલી સિદ્ધાર્થ લૉ કોલેજના વિદ્યાર્થીઓ રોડ સેફ્ટી ટ્રાફિક એજ્યુકેશન અંગે જાગૃત થાય તેમજ રોડ અકસ્માતમાં ઘટાડો થાય એવા શુભ હેતુથી આરટીઓ સુરત ટીમના બ્રિજેશ વર્માએ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી લાઈવ અકસ્માતના બનાવોની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં યુવાનોને અકસ્માતથી બચવા તેમજ રોડ પર સ્ટંટ ન કરવાની માહિતી તેમજ સરકારની રોડ અકસ્માત અંગેની મળતી સહાય અંગેની માહિતી અને રસ્તા પર અકસ્માત થાય ત્યારે ફોટા પાડવાની જગ્યાએ મદદગાર બની કોઈનું જીવન બચાવવા અનુરોધ કર્યો હતો. જેમાં Good Samaritan અંગે જાણકારી આપવામાં આવી. હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત MACT મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલ અંગેની તેમજ હિટ એન્ડ રન કેસમાં મળતી સહાય અંગેની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. સેલ્ફ ડીસિપ્લીનની સમજૂતીની પણ માહિતી આપવામાં આવી હતી. 

  1. Surat Crime: કડોદરામાં 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર અને બે સગીર બિહારથી ઝડપાયા
  2. Surat Crime: તમાકુના વેપારી પાસેથી આઠ લાખ રૂપિયાની લૂંટ, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

ABOUT THE AUTHOR

...view details