ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિદ્યાર્થીઓએ અનોખી રીતે કરી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી, જૂઓ વીડિયો... - Atmiy Green School

By

Published : Aug 10, 2022, 3:52 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

ભરુચ : આ વર્ષે દેશમાં આઝીદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે આપણા દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થશે. આ માટે દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત એક અભિયાન ચાલી રહ્યું છે. તારીખ 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર ઝંડો લહેરાવવા વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે. પીએમ મોદીના આ અભિયાનને લઇને ઠેર ઠેર 'હર ઘર તિરંગા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનની (Har Ghar Tiranga champion) શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંગે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના વિદ્યાર્થીઓએ અખંડ ભારતનો નકશો બનાવીને 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details