ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચીખલીના મલવાડામાં વિદ્યાર્થિનીની આત્મહત્યા, શાળામાં પરિવારજનોનો હોબાળો - આચાર્યના પતિને મેથીપાક

By

Published : Oct 1, 2022, 4:03 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

નવસારીના ચીખલીના મલવાડા ગામે ધોરણ 12ની વિદ્યાર્થિનીની આત્મહત્યા ( student of class 12 committed suicide )ની ઘટના બની હતી. આ ઘટનાને લઇને પરિવારજનોએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. વાત એમ છે કે ચીખલીના મજી ગામની નયનાબેન મગનભાઈ પટેલ શાળાની વિદ્યાર્થિનીની ગતરોજ એકમ કસોટીની નોટબુક ઘરે રહી જતા આચાર્ય શિક્ષિકાએ તેને માર માર્યો હતો. શિક્ષિકાના મારથી આહત થઈને વિદ્યાર્થીનીએ ઘેર જઈને આત્મહત્યા ( Student commits suicide in Chikhli Malwada ) કરી લીધી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે વાલીઓ અને ગામનું ટોળું શાળાએ પહોંચી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાં જતાં અટકાવ્યા હતાં. શાળાના આચાર્ય અને તેના પતિ સામે વિદ્યાર્થીને મારવાના આક્ષેપો સાથે ગામલોકો, વાલીઓ અને પરિવારજનો શાળામાં હોબાળો ( Family uproar at school ) મચાવ્યો હતો. ગામના લોકોએ આચાર્યના પતિને મેથીપાક પણ ચખાડ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ( Chikli Police ) દોડી આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details