ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાબરકાંઠાના ઇડર જીન કૌભાંડ મામલે જીનના કમિટી સભ્યોને ઝટકો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

By

Published : May 25, 2022, 4:09 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કપાસના બિયારણનું હબ ગણાતા ઈડર સહકારી જીનમાં(Eder Cooperative Gene)સ્થાનિક ડિરેક્ટરો તેમજ ચેરમેન દ્વારા કરોડોની જમીન પર ભ્રષ્ટાચારનું કોમ્પ્લેક્સ બનાવી (Eder hub of cotton seeds)બારોબાર વેચાણ કરવા જતા સભાસદો સહિત ખેડૂતોએ કોર્ટમાં રજૂઆત કરતાં કોર્ટ દ્વારા સમગ્ર બાંધકામ પર કાયમી (scam of making complex)મનાઈ હુકમ આપી દેતા ભ્રષ્ટાચારીઓમાં ખળભરાટ વ્યાપ્યો છે. તેમજ ખેડૂત આલમમાં ખુશી ફેલાઇ છે. જોકે ઇડર સહકારી જીનમાં 70 સભાસદો પૈકી 54 સભાસદોની સંપૂર્ણ વિરોધાભાસી રજૂઆત હોવા છતાં છેલ્લા બે વર્ષથી સત્તા ઉપર હોવાના પગલે ચેરમેન છે કે ડિરેક્ટર દ્વારા કોઈપણ ખેડૂત પશુપાલક કે સભાસદના હિતની જગ્યાએ મોટાભાગના તમામ ડિરેક્ટરો સસ્તા ભાવની દુકાનો પોતાના મેલી મોંઘા ભાવે વેચી મારવાના ષડયંત્રનો ખુલાસો થતાં ભારે ઊહાપોહ સર્જાયો હતો. જોકે મહેસાણા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સહકાર રજિસ્ટ્રાર અંતર્ગત આ મામલે છેલ્લા બે વર્ષથી વિવિધ રજૂઆતો કરાયા બાદ આખરે નિર્ણય તરીકે સમગ્ર બાંધકામ પર કાયમી હુકમ આપી દેતા ફરિયાદી સહિત ખેડૂત આલમમાં ભારે ખુશી વ્યાપી છે. આગામી સમયમાં આ મામલે સમગ્ર કોમ્પલેક્ષ સામે પણ સવાલ સર્જાયું છે તેમજ કોમ્પ્લેકસના ભાવી સામે પણ સવાલો ઉભા થયા છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details