IND-AUS ODI Match: સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રાજકોટની સૈયાજી હોટલ ખાતે પહોંચ્યા, જુઓ વીડિયો - INDAUS ODI Match
Published : Sep 26, 2023, 10:54 AM IST
|Updated : Sep 26, 2023, 11:39 AM IST
રાજકોટ: સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રાજકોટની સૈયાજી હોટલ ખાતે પહોંચ્યા હતા. સૈયાજી હોટલમાં તેમનું સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી આંતરરાષ્ટ્રીય વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ત્રણ મેચની સિરીઝમાં ભારતે પ્રથમ બે મેચ જીતી લીધી છે. ભારતની ટીમને રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સૈયાજી હોટલ ખાતે રોકાણ આપવામાં આવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમને 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી છે. એવામાં આવતીકાલે બંને ટીમો ખંડેરી ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ માટે જાય તેવી પણ શક્યતા છે.