ગાર્ડ ઓફ ઓનર સાથે નીકળી શ્રીજીની શાહી સવારી - Ganesh chaturthi 2022
વડોદરા સમગ્ર દેશમાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભારે ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરના વિવિધ રાજમાર્ગો પર ધામધૂમથી શ્રીજીની સવારી નીકળી હતી. વડોદરા શહેરમાં SRP ગ્રુપ દ્વારા સતત 50માં વર્ષે શ્રીજીની સવારી સ્થાપના અર્થે નીકાળવામાં આવી હતી. શ્રીજીની સવારી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી નીકળી SRP સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવી હતી. શ્રીજીની સવારી ગાર્ડ ઓફ ઓનર સાથે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થતાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. SRPના જવાનો દ્વારા યુનિફોર્મમાં સુસર્જન થઈ બેન્ડની સુરાવલી સાથે નીકળેલી શ્રીજીની શાહી સવારી આકર્ષક અને મન મોહી લે તેવા દ્રશ્યો સર્જાયા હતા. SRP ગ્રુપ દ્વારા કરવામાં આવતું ગણેશ ચતુર્થી ના પાવન પર્વના ઉત્સવમાં પરિવાર સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવ છેલ્લા 50 વર્ષ થી ઉજવવામાં આવે છે શહેરના રાજમાર્ગો પર SRP બેન્ડ સાથે શ્રીજીને સ્થાપના પૂજા અર્ચના કરવામાં આવી અર્થે લવાયા હતા અને પરિવાર સાથે ઉજવણી કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. Ganesh Festival Guard of Honor in Vadodara, SRP soldier Ganesh chaturthi 2022 in Vadodara, ganesh chaturthi 2022, ganesh festival 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST