જૂનાગઢમાં LPG સિલિન્ડરમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ - જૂનાગઢ તાજા સમાચાર
જૂનાગઢ: સાંજના સમયે ઢાલરોડ વિસ્તારમાં LPG સિલિન્ડરમાં અચાનક આગ (LPG cylinder caught fire on Dhol Road in Junagadh) ભભુકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. અચાનક LPG સિલિન્ડરમાં લાગેલી આગને કારણે સિલિન્ડરને ઢાલ રોડના જાહેર માર્ગ પર દૂર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં જુનાગઢ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ સતત સળગી રહેલા ગેસના સિલિન્ડરને સ્થાનિક લોકો અને આસપાસના દુકાનદારોએ ફાયર વિભાગની રાહ જોયા વગર સળગતો સિલિન્ડર કોઈ નુકસાન કરી બેસે તે પૂર્વે તેને ઠારવાનો પ્રયાસ કર્યો હતો. આગની ઘટનામાં (junagadh lpg cylinder fire) કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. અચાનક સિલિન્ડરમાં આગ લાગતા સમગ્ર ઢાલ રોડ વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST