પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી દ્વારા શારીરિક શોષણનો ભોગ બનેલ એક વૃદ્ધ - Case registered against accused son
અલવર. રાજસ્થાનમાં વૃદ્ધ પિતાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Son beats up old father with wife ) થઈ રહ્યો છે. જેમાં એક કળિયુગી પુત્ર તેની પત્ની અને પુત્રી સાથે તેના વૃદ્ધ પિતાને મારતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અલવરના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મૌજપુર ગામનો છે, જ્યાં કોઈએ વૃદ્ધને મારવાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મૌજપુરના રહેવાસી દૌલતરામ સૈનીના પિતા મિશ્રીલાલ સૈની 72 વર્ષના છે. જેનો પુત્ર સાથે કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો. શનિવારે મિશ્રીલાલના પુત્ર દોલતરામની પત્ની અને પુત્રીએ વૃદ્ધને માર માર્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ દોલતરામને તેની જાણ કરી હતી. આ પછી ઘટનાસ્થળે પહોંચેલા દોલતરામે પત્ની અને પુત્રીને રોકવાને બદલે વૃદ્ધ પિતાને લાકડીઓથી મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટના દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, જ્યાં કેટલાક લોકોએ વૃદ્ધને માર મારવાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગ્રામજનોની મદદથી ઘાયલ વૃદ્ધને લક્ષ્મણગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વૃદ્ધના બીજા પુત્ર કમલેશે તેના ભાઈ, તેની પત્ની અને પુત્રી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે (Case registered against accused son). ફરિયાદ બાદ પોલીસે ઇજાગ્રસ્ત વૃધ્ધની તબીબી સારવાર કરાવી વધુ તપાસ શરૂ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST