Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને પ્રાકૃતિક શણગારથી અનોખી રીતે કરાયા શોભાયમાન - સોમનાથ મહાદેવને પ્રાકૃતિક શણગાર
Published : Aug 26, 2023, 8:01 AM IST
સોમનાથ:પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવને શણગારનું વિશેષ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે મુજબ આજે સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પક્ષની નવમી પર ભગવાનને પ્રાકૃતિક શણગાર કરવામાં આવ્યો હતો. સનાતન ધર્મમાં શિવ પરિવાર ને પ્રાકૃતિક એકાત્માના પરિવાર તરીકે માનવામાં આવે છે. શિવજીનો સમગ્ર પરિવાર પ્રકૃતિના રક્ષણ અને જતન માટે તેને શરીર પર ધારણ કરેલો જોવા મળે છે. આજે સોમેશ્વર મહાદેવને પ્રકૃતિના વિવિધ ફળ પુષ્પો અને લતાઓ દ્વારા મહાદેવને અનોખી રીતે પ્રાકૃતિક શણગારથી શોભાયમાન કરાયા હતા. જેના દર્શન કરીને સમગ્ર દેશમાંથી આવેલા મોટી સંખ્યામાં શિવભક્તો મારે ભાવવિભોર બન્યા હતા.