Somnath Mahadev: સોમનાથ મહાદેવને કરાયો પીળા પુષ્પોનો શણગાર - Somnath Mahadev was decorated with yellow flowers
Published : Sep 7, 2023, 6:24 AM IST
સોમનાથ:પવિત્ર શ્રાવણ માસ હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. શિવભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન કરી શકે તે માટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમેશ્વર મહાદેવને દરરોજ અલગ શણગાર કરવામાં આવે છે. જેના દર્શન કરીને શિવ ભક્તો ભાવવિભોર બને છે. સોમનાથ મહાદેવને 250 કિલો જેટલા પીળા પુષ્પોનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી. પીળા પુષ્પને સાહસ, પવિત્રતા અને પરાક્રમ માટે પણ સનાતન ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે પીળા ગલગોટાનો શણગાર કરીને સોમનાથ મહાદેવને શોભાયમાન કરવામાં આવ્યા હતા.