તસ્કરોએ હદ વટાવી: સ્મશાનના ખાટલાને પણ ન છોડ્યો - સ્મશાન
રાજકોટ: મનુષ્યની અંતિમ યાત્રા અને અંતિમ સ્થળ એટલે કે સ્મશાન હોઈ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે તસ્કરોએ તસ્કરીની અને માનવતાની પણ હદ વટાવી છે. તસ્કરોએ કૈલાશધામ એવા સ્મશાનને નિશાન બનાવ્યું (Theft in cemetery)છે. જેમાં મૃતદેહને જે ખાટલા પર અગ્નિદાહ દેવામાં આવતો હોઈ છે તે ખાટલાની તસ્કરી કરીને તસ્કરીની હદ વટાવી છે. ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામે કૈલાશધામ એટલે કે સ્મશાનમાં રાત્રીના તસ્કરો ખાબક્યા હતા. સ્મશાનની દિવાલ ઠેકીને તસ્કરો લાકડા રૂમમાં પડેલ મૃતકોને અગ્નિદાહ આપવા માટેનો લોખંડનો ખાટલો ઉઠવી ગયા છે. જેમને લઈને ગોંડલ પંથકમાં છવાયેલા તસ્કર રાજે સ્મશાનને પણ ન છોડતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST