જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી
પાટણ: શહેર સહીત સમગ્ર જિલ્લામાં ચોમાસાની ઋતુ બરાબર જામી(Rain in Patan) છે. જેને લઇ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસ દરમિયાન મેઘરાજાના વિરામ બાદ રાત્રીના સમયે ક્યારેક ઝાપટા તો ક્યારેક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી જ શહેર સહિત જિલ્લામાં વરસાદી વાતાવરણ બરાબર જામ્યુ છે. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી(Cold Climate in Patan) છે. જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જારી રહેતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે. બીજી તરફ વરસાદી પાણી માર્ગો ઉપર આવી જતા સવારના સમયે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને હાલાકીઓ ભોગવી પડી હતી. પાટણ જિલ્લામાં સવારથી નોંધાયેલ વરસાદી આંકડા જોઈએ તો ચાણસ્મામાં 4 મિ.મી,પાટણમાં 5 મિ.મી, રાધનપુરમાં 3 મિ.મી, શંખેશ્વરમાં 2 મિ.મી, સમીમાં 2 મિ.મી, સરસ્વતીમાં 7 મિ.મી, સિદ્ધપુરમાં 12 મિ.મી, હારીજમાં 4 મિ.મી વરસાદ નોંધાયો છે. જ્યારે સાંતલપુર તાલુકો કોરો(Santalpur taluka with no rain) રહ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST