Shrimad Bhagwat Saptah : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ - Shrimad Bhagwat week begins today for salvation
Published : Oct 25, 2023, 10:51 AM IST
મોરબી:ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને એક વર્ષનો સમય થવા આવ્યો છે. ત્યારે મૃતાત્માઓની શાંતિ અને મોક્ષાર્થે સામાજિક કાર્યકરો દ્વારા દુર્ઘટના સ્થળ નજીક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જેમાં આજે પોથી યાત્રા યોજાઈ હતી અને ભાગવત કથાનો શુભારંભ થયો છે. ધૂન-ભજન મંડળી સંગાથે પોથી યાત્રા યોજાઈ ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત આત્માનાં મોક્ષાર્થે તારીખ 24 થી 30 ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન એલ.ઈ. કોલેજ રોડ, મહાપ્રભુજી બેઠક પાસે, ઝુલતા પુલ પાસે કરવામાં આવ્યું છે. જે ભાગવત સપ્તાહમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માં ના શિષ્યા વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવશે કથાનો સમય બપોરે 2 : 30 થી સાંજે 6 સુધી રહેશે વક્તા સંતશ્રી રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવશે. ભાગવત સપ્તાહ દરમિયાન પરીક્ષિત રાજાનો જન્મ શ્રાપ અને શુકદેવજી મહારાજનું આગમન, ભગવાનના વિવિધ પ્રસંગો, નંદ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત રાજાનો મોક્ષ સહિતના પ્રસંગો ઉજવાશે ભાગવત સપ્તાહમાં સંતો મહંતો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ હાજરી આપશે. જે ભાગવત સપ્તાહનો લાભ લેવા કથાના આયોજન અજયભાઈ લાભુભાઈ વાઘાણી, જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા અને રાજેશભાઈ વિષ્ણુપ્રસાદ દવેએ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.