Elephant Shocking Video: આસામમાં ગ્રામજનોની પાછળ પડ્યું હાથીનુ ટોળું, જુઓ વીડિયો - Elephant Shocking Video
ગોલપારા, આસામ: આસામના જુદા જુદા ભાગોમાં માણસ-હાથી વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ગુરુવારે ગોલપારાના હરિમુરા દૈકાતા ગામમાં ઘણા જંગલી હાથીઓ ખેડૂતોની પાકની જમીનમાં જોવા મળ્યા હતા. હાથીઓને ખેતરમાં જોઈને કેટલાક ગ્રામજનોએ જંગલી હાથીના ટોળાને આગથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક ક્ષણમાં જંગલી હાથીઓનું ટોળું ગ્રામજનો તરફ વળ્યું હતું. હાથીઓને પોતાના તરફ આવતાં જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો ત્યાંથી ભાગતાં જોવા મળ્યા હતા. આ સમગ્ર દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. ગોલપારામાં માણસ-હાથી વચ્ચેની આ 30 સેકન્ડની લડાઈએ હવે બધાને ચિંતામાં મૂકી દીધા છે. સ્થાનિકોએ વિભાગીય અધિકારીઓને વિનંતી કરી છે કે હાથીઓના ટોળાને શક્ય તેટલી વહેલી તકે આ વિસ્તારમાંથી ભગાડે. જેનાથી તેમના ખેતરોમાં થતા પાકને થતું નુકસાન અટકે.