ગુજરાત

gujarat

ETV Bharat / videos

અપહરણઃ 15 લોકોનું ટોળું ઘરમાં ઘુસી આવ્યું, યુવતી બૂમાબૂમ કરતી રહી - તમિલનાડું 15 ગૅંગ

By

Published : Aug 3, 2022, 8:07 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

મણીલાદુથુરાઈ: તમિલનાડું રાજ્યના મણીલાદુથુરાઈમાં (TamilNadu Mayiladuthurai police) 15ની ગેંગે 23 વર્ષની છોકરીનું એના ઘરેથી અપહરણ (TamilNadu Kidnapping Case) કરી લીધું હતું. આ કેસમાં પોલીસે યુવતીને બચાવીને ગૅંગમાં રહેલા ત્રણ વ્યક્તિઓની (Police Arrested Three Accused) ધરપકડ કરી લીધી છે. તમિલનાડુંમાં આવેલા તાંજોરનો વિગ્નેશ્વરન (34) મયલાદુથુરાઈની 23 વર્ષની છોકરી સાથે પ્રેમમાં પડ્યો. બાદમાં, તે છોકરીને વિગ્નેશ્વરનનું વર્તન પસંદ ન હતું. તેથી, તેણીએ તેને પ્રેમ કરવાનું બંધ કર્યું. જેના કારણે મામલો ગુંચવાયો હતો. નાગરાજનનો પુત્ર વિગ્નેશ્વરન (34) અદુથુરાઈ જિલ્લાના કંજમેટ્ટુથેરુનો વતની છે. જ્યારે તે માયલાદુથુરાઈ જિલ્લા નજીક માયલામ્મન શહેરમાં તેની દાદીના ઘરે રહેતો હતો ત્યારે તે તે જ વિસ્તારના 23 વર્ષીય સ્નાતક યુવતીના સાથે પ્રેમમાં પડ્યો હતો. પ્રેમમાં ડખા થતા વિગ્નેશ્વરન યુવતીની પાછળ ગયો હતો. પ્રેમ હોવાનો દાવો કરીને યુવતીના ઘરે ગયો હતો. ઝઘડો થયો હતો. આ અંગે મહિલાના પરિવારે માયલાદુથુરાઈ પોલીસ સ્ટેશનમાં બે વખત ફરિયાદ નોંધાવી છે. એવું કહેવાય છે કે માયલાદુથુરાઈ પોલીસે બંને પક્ષોને બોલાવ્યા અને વિગ્નેશ્વરનને લખ્યું કે 'હવે મહિલાને ખલેલ પહોંચાડવી નહીં'. ત્યારબાદ 12 જુલાઈના રોજ વિગ્નેશ્વરને યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કુલ 15 જેટલા યુવાનો યુવતીના ઘરે પહોંચી ગયા હતા. એના ઘરનો દરવાજો તોડી નાંખ્યો હતો. એ પછી જબરદસ્તીની ઘરની (Forcibly Dragged to Kidnap) અંદર ઘસુીને યુવતીને બહાર ઘસેડી લાવ્યા હતા. પછી તેઓ પોતાની સાથે યુવતીને લઈ ગયા હતા. જોકે, પોલીસે આ કેસમાં યુવતીને બચાવી લીધી છે. પણ કુલ 15 લોકોમાંથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જાનથી મારી નાંખવાની ધમકી દેનારા વિગ્નેશ્વરની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. એવું પણ જાણવા મળ્યું હતું કે, આ તમામ લોકો યુવતીના ઘરે તિક્ષ્ણ હથિયાર લઈને પહોંચ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details