તારલાઓથી ટમટમતું આકાશ માં અંબાના ચાચર ચોકમાં ઉતરી આવ્યું - Harsh Sanghavi in Ambaji
અંબાજી શરદ પૂર્ણિમાને લઈ અંબાજી મંદિરમાં હજારો દીવડાની મહાઆરતી (Sharad Purnima in Ambaji) કરી શરદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીને લઈ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી મોડી સાંજે અંબાજી પહોંચ્યા હતા. જ્યાં તેમને માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ માં અંબાના ચાચર ચોકમાં મહાઆરતી શરુ કરાવી હતી. આ મહાઆરતીમાં (Sharad Purnima 2022) હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ હાથમાં દીવડા લઈ માં અંબેની આરતી ઉતારી હતી. સાથે રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, કીર્તિ વાઘેલા, બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો સહિત સંસદ સભ્યો પણ આ મહાઆરતીમાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ઉપસ્થિત (Mahaarti in Ambaji)રહ્યા હતા. અંબાજી મંદિર પરિસર સહિત બજારોમાં વેપારીઓ, યાત્રિકોએ દીપ પ્રગટાવી મહાઆરતીમાં ભાગ લીધો હતો. આ મહાઆરતી દરમિયાન વીજ પુરવઠો બંધ કરાતા અંધારામાં ઝગમગતા દીવડાઓ તારલાથી ટમટમતું આકાશમાં અંબાના ચાચર ચોકમાં ઉતરી આવ્યું હતું. આ પ્રંસગે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માં અંબાના ચાચર ચોકમાં હજારો દીવડા સાથે મહાઆરતી કેવી રીતે કરી શકાય તેવું એક સૂચન PM મોદીએ સૂચવ્યું હતું. જેને લઈ શરદ પૂનમે શરદ મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે અંબાજી સહિત બનાસકાંઠા વાસીઓએમાં અંબાના ચાચર ચોકમાં હજારો દીવડા પ્રગટાવી મહાઆરતી કરી હતી. (Sharad Poonam festival in Ambaji)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST