સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાઓ માટે સેન્સ પ્રક્રિયા કરાઇ - ભારતીય જનતા પાર્ટી
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાઓ માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત બપોર સુધીમાં ઈડર વિધાનસભા (Eider Assembly) માટે 32 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાઈ હતી. જેમાં 10 મહિલાઓ સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તેમજ હાલના ધારાસભ્ય હેતુ કનોડીયા એ પણ પોતાની દાવેદારી રજૂ કરી છે. સાબરકાંઠાના ઇડરમાં (Eider Assembly) 32 થી વધારે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં 10 મહિલાઓ સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત હાલના ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. જોકે આ તબક્કે સાબરકાંઠા જિલ્લામાં સેન્સ માટે આવેલા પૂર્વ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સીતા બેન નાયક સહિત પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સવારથી જ ચારેય વિધાનસભાના ઉમેદવારો પોતપોતાના ટેકેદારો તેમજ સમર્થકો સાથે ઉમટી પાડયા હતા. જે અંતર્ગત બપોર સુધીમાં ઇડર વિધાનસભાના 32 ઉમેદવારો અંગે સેન્સ લેવાઈ ચૂકી છે. તેમજ આ તબક્કે બોલતા પૂર્વ ગૃહપ્રધાનએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ કરેલા વિકાસ કાર્યોને યથાવત રીતે ટકાવી રાખવાનો સ્થાનિક લોકોનો ઉત્સાહ છે. સાથો સાથ અત્યાર સુધીમાં ક્યારેય ન મેળવી હોય એટલા પ્રચંડ બહુમત સાથે ગુજરાતમાં ભાજપ સરકાર બનાવશે, સાથો સાથ ઉમેદવારી મામલે સ્થાનિક લોકો અને ટેકેદારોએ આજે રજૂ કરેલા વિવિધ દાવાઓ વચ્ચે ડબલ એન્જિન સરકાર સહિત વિકાસ પ્રક્રિયાને ટકાવી રાખે તેવા ઉમેદવારોને પસંદગી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST