માધવપુર બીચ પર પ્રવાસીઓ દરિયાના પાણીએથી હિલોળે ચડ્યા - પોરબંદર માધવરાયની હવેલી
પોરબંદર દિવાળીની રજાઓમાં માધવપુરના દરિયા કિનારે આ વર્ષે (Sea area in Porbandar) મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત પોરબંદરથી 60 કિમીના અંતરે માધવપુર ગામમાં આવેલા ઐતિહાસિક માધવરાયની (Porbandar Madhav Rai Haveli) હવેલીમાં દર્શન અર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. દર વર્ષે સરકાર દ્વારા માધવપુર બીચમાં બીચ ફેસ્ટિવલ યોજાઈ છે. જેને લઈને ભાઈબીજના દિવસે અહીં મોટી સંખ્યામાં (Madhavpur Beach Tourists) પ્રવાસીઓ ઉમટે છે. ખાસ કરીને બીચ પર બહારથી આવતા પ્રવાસીઓમાં પણ વધારો થયો છે. તેને લઈને સરકાર દ્વારા માધવપુરને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવામાં આવશે. માધવપુરની તમામ હોટેલ ફૂલ થઈ ગઈ હતી. તો આર્થિક પ્રગતિ માટે અનેક લોકો માટે માધવપુર મહત્વનું સ્થળ બન્યું છે. (Porbandar Madhavpur Beach)
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST