બેંગ્લોરમાં બાઇક અને સ્કૂટીનો અકસ્માત, વિડીયો જોઈને તમારા રૂવાટા ઉભા થઇ જશે - Scooty and Bike collision in Bengaluru
બેંગલુરુના પ્રશાંત નગર વિસ્તારમાં સોમવારે એક બાઇક અને સ્કૂટીની ટક્કર(Bike and Scooty collision)થઈ હતી, જેમાં બાઇક સવારનું મોત થયું હતું અને સ્કૂટી પર સવાર બે લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સોમવારે સવારે બની હતી અને સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાઇક સવારનું નામ મિથુન છે અને તે અખબાર વેચનાર છે. ઘાયલ થયેલા 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST