ગુજરાત

gujarat

ETV Bharat / videos

કરદેજ પ્રાથમિક કન્યા શાળામાં યોજાય બાળકોની પંચાયતની ચૂંટણી - Students voted in the school

By

Published : Aug 5, 2022, 2:32 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

ભાવનગરના કરદેજની પ્રાથમિક કન્યા શાળામાં(Kardej Primary Girls School ) શાળા પંચાયતની ચૂંટણીનું( Election of School Panchayat )રાજ્યમાં પ્રથમવાર ડીજીટલ બેલેટ સહિતની( Students voted in the school )આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પહેલાથી જ નેતૃત્વના ગુણો ખીલે અને શાળાના વિવિધ વિભાગોના સંચાલન અંગે પરિપક્વતા કેળવાય તે હેતુથી આ શાળામાં વિદ્યાર્થીઓને વિવિધ વિભાગોની જવાબદારી સોપવામાં આવે છે. જે અંગેની ચૂંટણી જેમાં ઈવીએમ મશીન (ટેબ્લેટ), ઈ-બેલેટ વોટીંગ અને ઈ-મેઈલથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વોટીંગ કરવામાં આવ્યું હતું. કરદેજ પ્રાથમિક કન્યા શાળાની ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ અત્યારથીજ ચૂંટણી પ્રક્રિયાને સમજી શકે તે માટે ડીજીટલ ટેકનોલોજીના માધ્યમથી શાળામાં ચૂંટણી યોજવામાં આવી હતી. આ શાળાની જ વિદ્યાર્થીનીઓએ ઝોનલ ઓફિસર-પ્રિસાઈડીંગ ઓફિસર-પ્રથમ બીજા મતદાન અધિકારી-મતદાન સહાયક-બુથ લેવલ ઓફિસર અને પોલીસની ભૂમિકા અદા કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details