ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાંતલપુર પંથકમાં નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં પાકોને નુકશાન - crops Damage in Joravargadh village

By

Published : Dec 24, 2022, 5:59 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં (Santalpur Narmada minor canal) ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. રોજબરોજ કેનાલો ઓવરફ્લો અને ગાબડા પડતા કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળે છે. જેને કારણે ખેડૂતોના મહામૂલા પાકને ભારે નુકસાન થાય છે. ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. તેમ છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી. સાંતલપુર તાલુકાના જોરાવરગઢ ગામ પાસેથી પસાર થતી માનપુરા માઇનોર કેનાલ (Narmada Canal at Joravargadh village ) ઓવરફ્લો થતાં કેનાલનું પાણી નજીકમાં આવેલા જીરાના વાવેતર કરેલા ખેતરમાં ફરી વળતા ખેતર માલિક રસિક પુરી ગોસ્વામીને ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર સાંતલપુર પંથકમાં નર્મદાની કેનાલોની સફાઈ, રીપેરીંગ તેમજ કેનલમાં રહેલ ઝાડી (crops Damage in Joravargadh village) ઝાખળ દૂર કરવા માટે સર્જન ઈન્ફા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, પરંતુ નિગમના અઘિકારીઓ અને એજન્સીની મિલી ભગતને કારણે મોટાભાગની કેનાલોમાં સફાઈ તેમજ રીપેરીંગના અભાવે ખેતીની સિઝન સમયે કેનાલો તૂટવાના અથવા ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવે છે. (Damage crops due canal in Santalpur)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details