Somnath Mahadev: સોમનાથ મહાદેવને કરાયો ગણપતિનો શણગાર
Published : Sep 4, 2023, 6:29 AM IST
ગીર સોમનાથ: સંકટ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવને ગણપતિનો શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને શિવભક્તો પણ ભારે મંત્રમુગ્ધ બન્યા હતા. શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મંદિર ખાતે વિવિધ શણગારને લઈને પણ શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ખાસ સોમનાથ આવતા હોય છે. ત્યારે આજે સોમનાથ મહાદેવને ગણપતિના શણગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને શિવ ભક્તો ભાવવિભોર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સોમનાથ મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવી રહ્યો છે. નવી થીમ સાથે આ શણગારને જોઈને ભક્તો પણ આનંદિત થઈ ઉઠે છે.