સેન્ડ આર્ટીસ્ટે રેતી-ટામેટાંમાંથી બનાવ્યો સાન્તાક્લોઝ - સાન્તાક્લોઝનું 27 ફૂટ ઊંચું શિલ્પ
ઓડિશામાં નાતાલના ઉત્સવના ઉત્સાહ વચ્ચે સાન્તાક્લોઝનું 27 ફૂટ ઊંચું શિલ્પ(27 feet tall Santa Claus sculpture in odisha) મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રખ્યાત રેતી શિલ્પકાર સુદર્શન પટ્ટનાયક દ્વારા (Sudarsan Pattnaik Creates Santa Claus Sculpture) રેતી અને ટામેટાંમાંથી સાન્તાક્લોઝનું શિલ્પ બનાવવામાં આવ્યું છે. પટનાયકે દાવો કર્યો હતો કે તેમનું સર્જન ટામેટાં અને રેતીથી બનેલું વિશ્વનું સૌથી મોટું સાન્તાક્લોઝનું શિલ્પ છે, જેનું વજન 1.5 ટન છે અને તેની પહોળાઈ 60 ફૂટ છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પટનાયકે કહ્યું કે તેમણે ગંજમ જિલ્લાના ગોપાલપુર બીચ પર તેમના 15 વિદ્યાર્થીઓની મદદથી આ શિલ્પ બનાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા આ કલાકાર વર્ષોથી વિવિધ થીમ પર રેતીના શિલ્પો બનાવી રહ્યા છે. આ કળામાં તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને 2014માં 'પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST