RSS Foundation Day : પોરબંદરમાં RSS સ્થાપના દિવસની ઉજવણી, ભવ્ય પથ સંચલન સહિત શસ્ત્રપૂજન યોજાયું - શસ્ત્રપૂજન RSS
Published : Oct 24, 2023, 10:09 PM IST
પોરબંદર :આજે વિજયાદશમીના તહેવાર સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ છે. ત્યારે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં પોરબંદરમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
RSS સ્થાપના દિવસ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ માર્ગો પર પથ સંચાલન યોજાયું હતું. ત્યારબાદ સ્ટેટ લાયબ્રેરી ગ્રાઉન્ડમાં શસ્ત્રપૂજન સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.
શસ્ત્રપૂજન સહિત કાર્યક્રમ : પોરબંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંઘચાલક વિનોદ કોટિયાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન યોજાયું હતું. જે સ્ટેટ લાયબ્રેરીથી શરૂ કરી પોરબંદરના શીતલા ચોક, ભાટિયા બજાર થઈ શહેરના વિવિધ માર્ગો પર ફર્યું હતું. વિવિધ સ્થળોએ પથ સંચાલનનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી સ્ટેટ લાયબ્રેરી ખાતે પથ સંચાલન સમાપ્ત થયું હતું. ત્યાં સ્ટેટ લાયબ્રેરી ગ્રાઉન્ડમાં શસ્ત્રપૂજન, બૌદ્ધિક, સૂર્યનમસ્કાર, શારીરિક વ્યાયામ તથા ઘોષનું ઉદઘોષ કાર્યક્રમ યોજાયો હતો.