પિતા અને દીકરાના સંબંધોને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં થઈ રિલીઝ - Gujarati Movie 2022
અમદાવાદ : 5 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં બાપ અને દીકરાના સંબધોને વાચા આપતી ગુજરાતી ફિલ્મ "રાહીલ" (Rahil movie release) રિલીઝ કરવામાં આવી હતી. આ ગુજરાતી ફિલ્મમાં બાપ દીકરાના પ્રેમની લાગણી સાથે જ નશાબંધી અને ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને આ નશામુક્તિ કઈ રીતે થઈ શકે અને બહાર આવી દુનિયામાં પોતાના મનપસંદ ક્ષેત્રમાં નામના મેળવી આગળ વધે તેવો એક સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો છે. તેમજ ગુજરાતી ફિલ્મમાં (Gujarati Movie) આપણાં ગુજરાત ના જ રમણીય સ્થળો દાહોદના જંગલો અને નદીઓ જેવા સ્થળોને સુંદર રીતે બતાવી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળે અને ગુજરાતના ફિલ્મ નિર્માતાઓને રાજ્યમાં જ સારી જગ્યાઓ મળે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મના નિર્માણમાં પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને ટેક વન કોમ્યુનિકેશનનો પણ સુંદર સહયોગ રહ્યો છે. આ ફિલ્મના નિર્માતા, લેખિકા અને નિર્દેશકની સાથે (Rahil movie review) સાથે ફિલ્મમાં અભિનયની જવાબદારી સંભાળનાર પૂજા રાવલએ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ગુજરાતી અભિનેતા નૈતિક દેસાઈ, અભિનેત્રી વિધિ શાહ, સહિતના અન્ય કલાકારો અભિનયના (Gujarati Movie 2022) ઓજસ પાથરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST