ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહીશો ગંદકીથી ત્રાહિમામ - Outbreak in Vadodara

By

Published : Aug 2, 2022, 9:45 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરાઃ શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ ( Karelibagh area of Vadodara )મળેલ છે. ખાસ કરીને સ્માર્ટ સીટીને લગતા પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે, તો એની બીજી તરફ આ જ સ્માર્ટ સિટીમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે વડોદરા શહેરની બીજી બાજુ અહીં જોઈ શકો છો. ચોમાસાની ઋતુમાં આ રીતે કચરાના ઢગ જોતા જ રોગચાળો માજા મૂકે તેવા આ દ્રશ્યો શહેરના કારેલીબાગ-ભૂતડિઝાપ વિસ્તારના છે કે જ્યાં ખુબજ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી રહ્યા છે. શહેરમાં સ્માર્ટ સિટી હેઠળ વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાના નામે કરોડો રૂપિયાનો ખર્ચો પાડવામાં આવ્યો છે. પરંતુ આજે પણ ચારેય ઝોનમાં શુદ્ધ પાણી નહીં મળવું , ઉબડખાબડ રોડ રસ્તા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ખાસ કરીને સ્વચ્છતાના નામે પણ સમય સાથે નાણાનો વ્યય થઈ (Dirt in Karelibagh )રહ્યો છે. કારણ કે, કોર્પોરેશન (Vadodara Municipal Corporation )દ્વારા બેદરકાર સામે દંડાત્મક કાર્યવાહી અથવા કડક વલણ નહીં (Rain in Vadodara )અપનાવતા આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સ્માર્ટ સિટીના સ્માર્ટ શાસકો યોગ્ય પગલાં નહીં લે તો શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details