Jamnagar News : અનંત અંબાણીએ વિશ્વપ્રસિદ્ધ મંદિરે શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી - Jamnagar reliance industries
જામનગર :શહેરનાલાખોટા તળાવ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે રાત્રીના સમયે રિલાયન્સના અનંત અંબાણીએ દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. અનંત અંબાણી રાત્રીના 11:00 વાગ્યા બાદ વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી તેમજ ઉદ્યોગપતિ જીતુલાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અંબાણીની મુલાકાતને લઈને બાલા હનુમાન મંદિરમાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત મંદિર અંબાણી પહોંચતા તેમનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઝુની તૈયારી : ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણીની થોડા મહિના પહેલા જ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ છે. તેઓ પોતાના પિતા સાથે સોમનાથ દાદાના દર્શન કરવા પણ ગયા હતા. અનંત અંબાણી જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અંદાજિત 300 વીઘા જમીન પર ઝુ બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી પશુ પંખી પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે.
આ પણ વાંચો :Z Plus Security to Mukesh Ambani: મુકેશ અંબાણી અને તેમના પરિવારને દેશ-વિદેશમાં મળશે Z+ સુરક્ષા
ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં : થોડા દિવસો પહેલા આનંદ અંબાણીએ જામનગરમાં તળાવની પાર પાસે બગીનું ધંધો કરતા ધંધાર્થીઓ પાસેથી ઘોડાની પણ ખરીદી કરી હતી. જામનગર લાખોટા તળાવ પાસે આવેલા બાલા હનુમાન મંદિરનું ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન મળી ચૂક્યું છે. અહીં છેલ્લા 58 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. બાલા હનુમાન મંદિર ખાતે દેશ-વિદેશથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પણ આવતા હોય છે. બાલા હનુમાન મંદિર ખાતે કોરોના સમયમાં પણ અખંડ રામધૂન ચાલી હતી. તો બીજી તરફ ભૂકંપ સમયે પણ અખંડ રામધૂન ચાલી હતી.
આ પણ વાંચો :એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા જોવા મળ્યા, સગાઈ બાદ પહેલીવાર જામનગરમાં
મંદિરનો ઈતિહાસ : ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશભરમાં જામનગરનું બાલાહનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે પ્રખ્યાત છે. 1912માં બિહારના એક નાનકડા ગામમાં જન્મેલા પ્રેમ ભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓ 1960માં જામનગરમાં આવ્યા તેમજ મહારાજે પોતાની યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. 1963-64 આસપાસ બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુજી મહારાજે કરી હતી. છેલ્લા અનેક વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલવાથી મંદિરને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.