ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં કેજરીવાલનો વિરોધ, આમ આદમી પાર્ટી પ્રવક્તાનું રિએક્શન - આપ ગુજરાત પ્રદેશ પ્રવક્તા રીતુ બંસલ

By

Published : Oct 8, 2022, 3:48 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

વડોદરા શહેરમાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન શહેરના ભગતસિંહ ચોકથી તિરંગા યાત્રામાં જોડાવાના છે. તે પૂર્વે વડોદરા શહેરમાં ઠેર ઠેર પોસ્ટર વોર ( Poster War in Vadodara ) જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી હોવાનું બતાવવામાં આવ્યું છે. હાલમાં કેટલી જગ્યાએ પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા છે તો કેટલાક પોસ્ટરોને ઉતારી લેવામાં આવ્યાં છે. આ અંગે પ્રતિક્રિયા ( Reaction of AAP spokesperson on Poster War in Vadodara ) આપતા આપ ગુજરાત પ્રદેશ પ્રવક્તા રીતુ બંસલ જણાવ્યું હતું કે આ એક પ્રજાતંત્રમાં અપમાનજનક અને લજ્જિત કરાતી ઘટના છે, પ્રજાતંત્રમાં સૌને સભા અને રેલી કરવાનો અધિકાર છે. ભાજપની હરકતની અમે નિંદા કરીએ છીએ. આ કોઈ પણ રીતે યોગ્ય નથી. આજે અમારા મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય સંયોજક વડોદરા આવી રહ્યાં છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં રેલી ( AAP Rally in Vadodara ) યોજવા જઇ રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details