Rathyatra in Modasa : મોડાસામાં રંગેચંગે યોજાઇ 40મી જગન્નાથ રથયાત્રા, કેવા મનોરમ્ય દ્રશ્યો સર્જાયાં જૂઓ - રથયાત્રામાં ભજન મંડળીઓ
અરવલ્લીના મોડાસામાં પણ આજે અષાઢી બીજના પવિત્ર દિવસે 40મી જગન્નાથ રથયાત્રાનું (Jagannath Rathyatra 2022 )આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રા યોજાતાં મોડાસા શહેરના ભક્તોમાં આનંદનો અનેરો અવસર જોવા મળતો હતો. મોડાસામાં જગન્નાથ રથયાત્રામાં (Rathyatra in Modasa ) ભગવાન જગન્નાથ, ભાઈ બળરામ અને બહેન સુભદ્રાના દર્શનાર્થે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ભક્તોને રથયાત્રા આયોજકો તરફથી રથયાત્રાના પરંપરાગત પ્રસાદ રુપે 200 કિલો મગ, 100 કિલો જાંબુ અને હાફુસ કેરી સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રારંભે સવારે બાલકદાસજી મંદિરેથી (Modasa Balakdasji Mandir ) દેવરાજ ધામના મહંત ધનેશ્વરગિરિએ (Mahant Dhaneshvargiri ) યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું.રથયાત્રામાં શાળાના બાળકોએ વિવિધ વેશભૂષા કરી લોકોને આનંદ કરાવ્યો હતો. તો અખાડા ઢોલી ઘોડેશ્વર ભજન મંડળીઓ (Bhajan Mandli in Rathyatra ) અને વિવિધ ઝાંખીઓએ રથયાત્રાની શોભા વધારી હતી. મોડાસા પોલીસ (Modasa Police) દ્વારા રથયાત્રા સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. રથયાત્રાને લઇને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રથમવાર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રથયાત્રા દરમ્યાન પોલિસ બંદોબસ્ત માટે 2 DySP, 10 PI, 15 PSI અને 350 કોન્સ્ટેબલ તેમજ પુરતા પ્રમાણમાં SRP, SOG, LCBના અધિકારીઓ ગોઠવાયાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST