Egyptian vulture : આફ્રિકાના દુર્લભ પક્ષી ઇજિપ્તીયન ગીધ ભારતના પ્રવાસે - પ્રાદેશિક વન અધિકારીએ આ મોટી વાત કહી
રાજસ્થાન :ચિત્તોડગઢ જિલ્લાનું વાતાવરણ પણ સાત સમુદ્ર પારના પક્ષીઓને ગમવા લાગ્યું છે. ચિત્તોડગઢ જિલ્લાના બેંગુ વિસ્તારમાં ઇજિપ્તીયન ગીધનું ટોળું જોવા મળ્યું હતું. ઇજિપ્તીયન ગીધ આફ્રિકામાં જોવા મળે છે. ઉપરાંત આ પ્રજાતી ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.
ઇજિપ્તીયન ગીધ : બેંગુના પ્રાદેશિક વન અધિકારી મદનલાલ ધાકડે દુર્લભ ઇજિપ્તીયન ગીધના જૂથને તેમના કેમેરામાં કેદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેજપુર રિકો ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 6 ઈજિપ્તીયન ગીધ જોવા મળ્યા હતા. આ પ્રજાતીમાં નર ગીધ કાળા અને માદા ગીધ સફેદ રંગના હોય છે. મૂળભૂત રીતે આ પ્રકારના ગીધ ઉત્તર આફ્રિકામાં જોવા મળે છે. આ સિવાય ઇજિપ્ત, મોરોક્કો અને ટ્યુનિશિયામાં ઇજિપ્તીયન ગીધની નોંધપાત્ર વસ્તી છે.
લુપ્તપ્રાય પક્ષી :પ્રાદેશિક વન અધિકારી ધાકડના જણાવ્યા અનુસાર આ ગીધનું વૈજ્ઞાનિક નામ નિઓફેરોન પર્ક્નોપ્ટરસ છે. ભારત દેશમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. જેમાં ઇજિપ્તીયન ગીધ મુખ્ય છે. IUCN એટલે કે ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા લુપ્તપ્રાય પક્ષીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રકૃતીનો સફાઈ કામદાર : ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ તેને શેડ્યુલ 4 પ્રાણી ગણવામાં આવે છે. વન અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ પ્રાણીઓને આપવામાં આવતી દર્દ નિવારક દવાઓ છે. જે મૃત પ્રાણીઓને ખાવાથી ગીધના શરીરમાં પહોંચે છે અને તેઓ મૃત્યુ પામે છે.