રાજ્યમાં સંબંધોને લજવતો કિસ્સો : બનેવીના હવસનો શિકાર સગીર સાળી - Sarkhej Rape Case
અમદાવાદ : અમદાવાદમાં સંબંધોને લજવતો (Crime Case in Ahmedabad) કિસ્સો સામે આવ્યો છે. જેમાં બનેવીના હવસનો શિકાર સગીર સાળી બની છે. છેલ્લા પંદર દિવસથી નરાધમ બનેવી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જોકે સગીરાએ તમામ હકીકત પોતાની મોટી બહેનને જણાવતા બનેવી વિરુદ્ધ બળાત્કાર પોક્સો સહિતની કલમો હેઠળ (Sarkhej Rape Case) ગુનો નોંધી સરખેજ પોલીસે દુષ્કર્મ બનેવીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી છૂટક મજૂરી કરે છે અને જ્યારે તે પોતાની સાસરીમાં આવ્યો હતો, ત્યારે સગીર સાળીની એકલતાનો લાભ લઈ પહેલી વખત દુષ્કર્મ કર્યું હતું. બાદમાં 15 દિવસના સમયમા અવાર નવાર દુષ્કર્મ કરતો હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસે દુષ્કર્મ બનેવી વિરુદ્ધ (Rape Case in Ahmedabad) પુરાવા એકઠા કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST