Rajkot Rain: ઉપલેટાના જીવા દોરી સમાન મોજ અને વેણુ-2 ડેમ છલોછલ ભરાયા - રાજકોટમાં ચોમાસુ
રાજકોટ : રાજકોટના ઉપલેટાના જીવાદોરી સમાન મોજ અને વેણુ 2 ડેમ છલોછલ છલકાયા છે. ઉપલેટા પંથકના મોજીલા પાસે આવેલો મોજ ડેમ અને ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલો વેણુ 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તેમની જળ સપાટીમાં વધારો થયો હતો. આ બંને ડેમોની જળ સપાટીમાં વધારો થયા બાદ ડેમ 100 ટકા ભરાઈ જતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમના દરવાજા ખોલવામાં આવતા નદી કાંઠાના તેમજ નિશાળ વાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે.
ડેમના દરવાજા ખોલ્યા : ઉપલેટાના મોજીલા પાસે આવેલા મોજ ડેમની જળ સપાટી સો ટકા ભરાઈ જતા ડેમના બાર દરવાજા પાંચ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે, જ્યારે ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડ પાસેના વેણુ-2 ડેમની જળ સપાટી સો ટકા ભરાઈ જતા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. રહેઠવાસના તમામ ગામોને એલર્ટ કરી દીધા છે અને લોકોને નદીના પટમાં ન જવા માટેની પણ તંત્રએ સૂચના આપી છે.
કેટલા ગામોને અપાઈ સૂચના : મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાડા, નવાપરા, ખાખીજાળીયા, કેરાળા, સેવંત્રા, વાડલા અને ઉપલેટા શહેરના નદી કાંઠા વિસ્તારને નદીના પટમાં ન જવા માટેની સૂચના આપી છે, જ્યારે બીજી બાજુ ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલ વીણું બે ડેમની જળ સપાટીમાં વધારો થયા બાદ ડેમ સો ટકા ભરાઈ જતા વેણુ 2 ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલી નાખ્યા છે. વેણુ નદી કાંઠાના ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.