ગુજરાત

gujarat

ETV Bharat / videos

Rain in Vadodara : ભારે બફારા બાદ વરસાદ વરસતા ઠંડકનો અહેસાસ - Rain Forecast in Gujarat

By

Published : Aug 4, 2022, 1:14 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરા : વડોદરા શહેરમાં વહેલી સવારથી જ (Rain in Vadodara) વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસના વિરામ બાદ ફરી શહેરના વિવિધ વિસ્તારોમાં (Rainy weather in Vadodara) વરસાદી માહોલને લઇ શહેરવાસીઓમાં અસહ્ય ઉકળાટથી છુટકારો મળ્યો છે. હાલમાં શહેરના રાવપુરા, ગોત્રી, સમા, વાઘોડિયા રોડ, આજવા, માંજલપુર, મકરપુરા જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા રાહદારીઓને ફરી રેઇનકોટ અને છત્રીનો સહારો લેવાની ફરજ પડી છે. શહેરમાં ભારે બફારા બાદ વરસાદ વરસતા રોનક છવાઈ છે. હાલમાં શહેરમાં જોવા મળતો વરસાદી માહોલને પગલે આવનાર (Rain Forecast in Gujarat) સમયમાં વધુ વરસાદ પડી શકે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓને નકારી શકાય નહીં.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details