રેડ એલર્ટ બાદ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ
સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની (Gujarat Rain Update) આગાહી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ આપવામાં આવ્યો છે, ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા વધારાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કારણ, કે સુરત નવી સિવિલમાં માત્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓ જ નહીં, પરંતુ મહારાષ્ટ્રથી પણ અનેક દર્દીઓ આવે છે. તેને લઈને ભારે વરસાદના કારણે સિવિલ તંત્ર દ્વારા તબીબોને વિકટ પરિસ્થિતિમાં ટાઉન ન છોડવા સૂચન કરવામાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલ RMO ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્વાસ્થ્યને લગતા કેટલાક દર્દીઓ સુરત આવી શકે છે. તે માટે સુરત નવી સિવિલ (Surat New Civil Hospital) હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, ઓક્સિજનની સુવિધાઓ, એમ્બ્યુલન્સ અને જરૂર પડે તો અલગથી વોર્ડની પણ (Rain In Gujarat) વ્યવસ્થા કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST