પાટણ થયું પાણી-પાણી, જાણો ક્યા તાલુકામાં કેટલો વરસાદ... - શંખેશ્વર તાલુકો
ન્યુઝ ડેસ્ક: હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે પાટણ શહેર સહીત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, તો ખેડૂતોમાં પણ અનેરી ખુશી જોવા મળી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુર તાલુકામાં 7 ઇંચ થી વધુ નોંધાયો છે, જ્યારે શંખેશ્વર તાલુકામાં 20 mm વરસાદ નોંધાયો છે. બીજા દિવસે પણ સવારથી જ વરસાદી માહોલ યથાવત રહેતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. વરસાદી પાણી માર્ગ ઉપર રેલાતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાટણ શહેરના પ્રથમ (Monsoon update 2022) રેલ્વે ગરનાળુ ,કોલેજ અંડર પાસ,સાલવી વાડો,બુકડી, પાવર હાઉસ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીયો ભોગવી પડી હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુર તાલુકામાં 7 ઇંચ થી વધુ નોંધાયો છે, જ્યારે શંખેશ્વર તાલુકામાં 20 mm વરસાદ નોંધાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST